પ્રિયંકા ખેર નો જાદુઈ અવાજ અને “ગરબો” હવે આખા વિશ્વમાં ગરબા ની રમઝટ બોલાવશે.

 





હૈયાને હરખાવે અને પગને થનગનાવી મૂકે એવો "ગરબો" એકવાર જે જોઈ લે ફરી ફરી સાંભળવા મજબુર થઇ જાય. સૂર, તાલ અને શબ્દ નો અનેરો સંગમ એટલે "ગરબો". ગત વર્ષેની નવરાત્રિમાં અમદાવાદમાં ઘુમ મચાવી હતી ત્યારે વર્ષ નવરાત્રિના પહેલાં l ફરી એકવાર, તે ગુજરાતી "ગરબો" સાથે આવી છે ગુજરાતી નોન સ્ટોપ ગરબા. જેને લોકો ખુબ વખાણી રહ્યા છે. ગરબાને માત્ર 3 4 દિવસ મા 80000થી વઘુ લોકોએ સાભળીને વખાણ્યુ હતુ. નવરાત્રી ના પહેલાં તેના ગરબા સાથે પ્રિયંકા ખેર ઘુમ મચાવી છે તો નવરાત્રી મા તો આનાથી પણ વઘુ મચાવશે એવી ચાહકોમાં આશા સાથે નવરાત્રીની રાહ જોઈ રહ્યાં છે.

Priyanka Kher Garba - ગરબો Garbo | Non Stop Garba | Gujarati Garba ગરબા | Navratri Special 2023

પ્રિયંકા ખેર મૂળ ભાલ, ગુજરાત ગામના વતની છે જ્યાં લોક સંસ્કૃતિ હજી તેના મૂળ સ્વરૂપમાં સચવાયેલી છે. પ્રિયંકાના અવાજની સરળતા તેની ઓળખ છે . સંગીતનો વારસો પ્રિયંકાને તેના માતા-પિતા તરફથી મળ્યો. માતા ગુજરાતી ભજનો અને કીર્તનો સુંદર રીતે ગાતા. નાનપણથી સંગીત માં અત્યંત રસ ધરાવતા પ્રિયંકા સ્કૂલ, બાળમંદીર તથા college સ્પર્ધાઓમાં પણ ઇનામ જીતીને લાવતા અને તે ગુજરાતી સંગીત ઉદ્યોગમાં બેક-ટૂ-બેક મેલોડિયસ હિટ્સ ઓફર કરવા માટે જાણીતી છે..

 

પ્રિયંકાએ અગાઉ દેવ દ્વારિકાવાલા, મારી ઉમિયા મા, ગોરમા, સાયબો મારો ગુલાબનો છોડ જેવા ગીતો તેના મધુર કંઠે ગાયેલા ખુબ પ્રખ્યાત થયેલ.  પ્રિયંકા અને તેનું બેન્ડ અમેરીકા, કેનેડા અને મેક્સિકો માં પણ શૉ કરે છે. તેઓ Priyanka Kher Productions નામની કંપની પણ ચલાવે છે, જે મ્યુઝિક આલ્બમ, શોર્ટ ફિલ્મ, અને એડ્સ બનાવે છે.

Banner:

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ