સાલ ૧૯૪૭ અને ૧૫ઑગસ્ટની સવાર, લગભગ
૨૦૦ વર્ષ સુધી અંગ્રેજો ની ગુલામી કર્યા બાદ આઝાદ થયો હતો.ધર્મના આધારે દેશનું
વિભાજન સ્વીકાર્ય ન હોવા છતાં પણ ગાંધીજીના નેતૃત્વમાં સ્વતંત્ર સેનાનીઓનું યોગદાન
અને મક્કમતા આખરે રંગ લાવી હતી.તત્કાલીન સરકાર પાસે દેશના દરેક નાગરિકને ખૂબ આશા
હોય અને દુનિયાને આકર્ષિત કરે તેવા દેશનું સુકાન સોંપી એક નવા ગણતંત્રને જન્મ
આપ્યો હતો.વર્ષો વીતતાં ગયાં અનેજે નાગરિક પછાત જણાતા હતાં તેમનાં ઉદ્ધાર માટે ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબનું યોગદાન
ઉલ્લેખનીય છે.અલગ-અલગ સરકારઆવી અને દેશ માટે લોકોની ખૂબ સેવા કરી.પરંતુ,ભારત જેવા
દેશમાં ચારેકોર પુરુષ-લક્ષીવિકાસ ચર્ચામાં રહ્યો છે.ભારત એક એવો દેશ છે જ્યાં ગાયઅને નદીને
પણ માતા કહેવામાં આવે છે, તેમની પૂજા કરવામાં આવે છે.તેમ છતાં,આઝાદી ના ૭૫ વર્ષ સુધી ગાયના
કતલખાના ચારેકોર ધમધમે છે અને નદીના ઘાટ ખૂબ પ્રદૂષિત થઈ ચૂક્યા છે.ગાય અને નદીઓ
મૂકબધિર છે, જે ક્યારેય તેમનાં અધિકાર માટે માણસો સામે લડત નથી આપવાની.પરંતુ,આજે આવી
જ કંઈક દુર્દશા ભારતીય નારીઓની પણ જણાઈ રહી છે,ત્યારે દેશનું યુવાધન શું કરી
રહ્યું છે? ‘નારીતું નારાયણી’ જેવા સૂત્રોભારત દેશમાં ખૂબ પ્રચલીતછે,તેવા સમયે જો કોઈપણ નારી લઘુતા
ગ્રંથિ થી પીડાય કે અન્યાયનો ભોગ બને તો આવા સૂત્રનો કોઈ અર્થ રહેતો નથી.એક સ્ત્રી
દુનિયાની સૌથી કઠિન પીડા સહન કરીને એક જીવને જન્મ આપે છે,જે રાષ્ટ્ર-નિર્માણ માટે જરૂરી છે.પોતાનો જીવ
જોખમમાં મૂકી એક જીવને જન્મ આપી શકતીહોય, તે સ્ત્રી કોઈ પણ સાહસ કરી શકે અને દેશ
માટે એક મિસાલ બને તો એ કુટુંબ અને દેશ માટે ગર્વની વાત કહેવાય.ઘણાં લેખકો તો
ત્યાં સુધ્ધાં કહી ચૂક્યા છે કે જે સ્વયં શક્તિ છે તેઓનું સશક્તિકરણ કરવાની જરૂર જ
નથી.તેમ છતાં,આજે દેશની દીકરીઓની સુરક્ષા હોય,ભણતર કે વ્યવસાય હોય અથવા તો સ્વાસ્થ્યને
લગતા મુદ્દાઓ હોય,તેઓની એક જ ઝંખના છે કે તેમની મહત્વકાંક્ષાઓ સમજી તેમને પણ આઝાદી
અને યોગ્ય વ્યક્તિ તરફથી પીઠબળ મળે તો એક અબળાની છાપ ભૂંસીને દેશને ગૌરવ અપાવી
શકે. છેલ્લાં કેટલાક વર્ષો પર નજર ફેરવીએ
તો જાણવા મળે છે કે ભારતીય રાજનીતિ હવે સ્ત્રીઓ માટે નવી યોજનાઓ જાહેર કરી રહી છે.સ્ત્રીસશકિતકરણ
નામે અલગ પ્રકારનો ઝુંબેશ ચલાવવામાં પણ આવ્યો છેઅને જનતા દ્વારા બિરદાવવામાં પણ
આવ્યો છે.નારીની સુરક્ષાથી માંડીને શિક્ષા સુધીની ગતિવિધિઓ દેશમાં એકદમ મંદ ગતિએ
ચાલી રહી છે.દેશમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ બાદ પણ આજે સ્ત્રીનું પાત્ર ઘણાં અન્યાયનો
ભોગ બનતી રહે છે,જે ભારત જેવા સંસ્કારીદેશ માટે શરમજનક બાબત છે.સ્ત્રીના હક્ક માટે
કાયદાઓ બન્યાં છે ત્યારે સાથોસાથ તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે.સ્ત્રીઓને ન્યાય
આપવા માટે સરકારે ઘણાં સફળ પ્રયાસો પણ કર્યા છે.પણ,દરેક નાગરિકને તેની જાણ હોતી
નથી અથવા તો વ્યવસ્થિત માર્ગદર્શન ના અભાવમાં ભોગવવું પડતું હોય છે.સ્ત્રીઓને
જાગૃત કરવા ઘણી બિન-સરકારી સંસ્થાઓ અથાગ મહેનત કરી રહી છે જેથી કરીને દેશની કોઈપણ દીકરી
અન્યાય ન પામે.તેવી સંસ્થાઓ સાથે દેશનાં જવાબદાર નાગરિક તરીકે યુવાનોએ પડકારોને પાર
પાડવામાં મદદ કરવી જોઈએ. આજની ઘણી સ્ત્રીઓ મનથી હારેલી હોય
છે.ઉચ્ચ અભ્યાસ હોય કે વ્યવસાય,કારકિર્દી બાબતે કોઈ સપનું હોય કે સ્વાસ્થ્યને લગતી
કોઈ મજબૂરી,દરેક ક્ષેત્રે તેઓને પીછેહઠ કરવી પડે છે.સમાજની રીતિ-રિવાજને દોષ આપવો કેકુટુંબીજનોનેગુનેગાર
ઠેરવવા,તે પ્રશ્ન દરેક સ્ત્રી માટે એક ધર્મ સંકટ સમાન પરિસ્થિતિ હોય છે.સામાન્ય
પરિવારમાંથી આવતી યુવતીઓને પૂરતું શિક્ષણ આપ્યા બાદ લગ્ન જીવન
માટેકારકિર્દીનુંબલિદાન લેવામાં આવતું હોય છે.અમુક યુવતીઓએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત
કરવાની ઈચ્છાઓને દબાવી માં-બાપની ઈચ્છાઓને માન આપવું પડતું હોય છે.જે યુવતીઓ વધે
છે તેઓ કારકિર્દી ક્ષેત્રે આગળ તો વધી જાય છે પણ,લગ્નબાદ તેમને વ્યવસાય છોડાવી
ઘરની જવાબદારી સોંપી દેવામાં આવે છે.કોઈપણ સ્ત્રીના સપનાઓનેતેની યુવાનીમાં તોડી
નાખવામાં આવે તો તે સ્ત્રી મનથી હારેલી રહે છે,જે વિકાસશીલ દેશ માટે એક ખતરો છે.આ
ખતરાનું સમાધાન તે પીડિત સ્ત્રીનો પરિવાર અથવા મિત્ર વર્તુળ જ કરી આપે તે ઈચ્છનીય
છે કેમ કે એક લાગણીશીલ સ્ત્રી ક્યારેય પોતાના પરિવારની વિરૂદ્ધ જવાની કોશિશ કરી
શકે નહિ.તેની નિર્બળતા કહો કે તેના સંસ્કાર,પણ આ સ્ત્રીત્વને અલગ કરે એવો ગુણ છે
જેનાં લીધે ઘણીવાર તેઓને ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. દરેક જીવને એક પુરકની જરૂર પડે
છે.ત્યારે,એક પુરુષ તરીકે માતા,બહેન કે જીવનસંગિનીના પૂરક બની તેમની દરેક ઈચ્છાઓને
માન આપવું જરૂરી બને છે.પુરુષની જેમ જ દરેક સ્ત્રી પણ આઝાદી ઝંખે છે,યોગ્યતા
પ્રમાણે પીઠબળ ઈચ્છે છે.યુવાનીમાં પિતા,ભાઈ કેપુરુષ મિત્ર અને લગ્ન બાદ દીકરા અને
પતિ પાસેથી જો ખરાં સમયે યોગ્ય માર્ગદર્શન અને સપનાઓ પૂરા કરવાની આઝાદી મળશે તો જ
સાચા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ થશે.ત્યારે જ દેશની કોઈ સ્ત્રીને અન્યાય સહન કરવાનો
વારો નહિ આવે; જેના લીધે દેશ અને તેનો પરિવાર નવા કીર્તિમાન સ્થાપિત કરી વિશ્વમાં
ભારતનો ડંકો વાગશે. “સ્ત્રીત્વએક તાકાત છે અનેસ્ત્રી હોવું એક ગર્વની વાત છે.સમાજનું
નિર્માણ એક નીડર,હિંમતવાન અને સંસ્કારી નારી જ કરી શકે છે.તેથી,હે નારી! તું નીડરબન અને કર્મ કર!” -વિવેક જોશી
0 ટિપ્પણીઓ