સેમ્પલ રજિસ્ટ્રેશન સર્વે રિપોર્ટ, 2018 મુજબ, ભારતભરમાં સ્વતંત્ર રીતે રહેતી સૌથી વધુ એકલ મહિલાઓ તમિલનાડુ અને કેરળમાં છે. હકિકતમાં,કેરળ અને તમિલનાડુમાં એકલી રહેતી બમણી સિંગલ મહિલાઓ ભારતભરની સરખામણીમાં છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેરળમાં લગભગ 9.3 ટકા મહિલાઓ અને તમિલનાડુમાં 9.2 ટકા મહિલાઓ કુંવારી-વિધવા, છૂટાછેડા લેનાર અથવા લગ્ન બાદ અલગ રહે છે
50.3 % એ ક્યારેય લગ્ન કર્યા નથી
રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ભારતની લગભગ 50.3 ટકા વસ્તીએ ક્યારેય લગ્ન કર્યા નથી. "પરિણીત નાગરિકો કુલ વસ્તીના 46.3 ટકા છે જ્યારે વિધવા/છૂટાછેડા/અલગ બાકીના 3.5 ટકા છે.વિધવા/છૂટાછેડા લીધેલ/અલગ મહિલાઓનું પ્રમાણ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુરુષો કરતા વધારે છે.
0 ટિપ્પણીઓ