ભારત સરકાર દ્વારા પરફોર્મન્સ - શોર્ટ વીડીયો એડીટીંગ અને ડાઉનલોડિંગ એપ્લિકેશન ટિકટોક ને બેન કર્યા પછી, *મોજ* એપ્લિકેશન ખૂબ પ્રખ્યાત બની ગયેલ છે. મોહલ્લાટેક એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઈન્ટરનેટ ઉપર પ્રખ્યાત બનાવવામાં આવેલ મોજ એપ્લિકેશન ઉપર સિવિલ કોર્ટમાં ટ્રેડમાર્ક એક્ટ ના ઉલ્લંઘન થતા દાવો કરવામાં આવેલ છે. મોજ ગુજરાતી અને અંગ્રેજી ભાષા માં ૨૦૧૮ થી ભાવનગર ના જુગલદીપ લગધીર ના નામ પર રજિસ્ટર્ડ હોય, અને તેઓ ગુજરાતમાં અનેક શહેરો માં ફોલક - ફ્યુઝન મ્યુઝિક કોન્સર્ટ નું આયોજન ૨૦૧૮ થી કરતા હોય, જ્યારે મોજ એપ્લિકેશન ૨૦૨૦ માં લોન્ચ થયા બાદ, ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન બાબતે રજિસ્ટ્રી દ્વારા ઓબ્જેક્શન આવ્યા છતાં પણ મોજ શબ્દ - નામ ઉપયોગ ચાલુ રાખતા, જુગલદીપ લગ્ધિરે અમદાવાદની સિવિલ કોર્ટમાં ટ્રેડમાર્ક શૂટ દાખલ કરેલ, જેમાં અમદાવાદની સિવિલ કોર્ટના જજ દ્વારા તમામ રેકર્ડ અને પુરાવાઓ ધ્યાને લઇ, *મોજ* એપ્લિકેશન ગેરકાયદેસર રીતે મોજ ટ્રેડમાર્ક નો ઉપયોગ કરી લોકો ના મગજ માં કન્ફ્યુઝન અને ડાઉટ ઊભો કરી, તેમજ *મોજ* ટ્રેડમાર્ક પહેલાથી જ રજિસ્ટર્ડ હોય, ભવિષ્યમાં આવો આઇડેંટિકલ ટ્રેડમાર્ક યુઝ કરવા ઉપર સ્ટે આપેલ છે.
- વિશાલ ઠક્કર, એડવોકેટ
હાઇકોર્ટ ઓફ ગુજરાત.
0 ટિપ્પણીઓ