યોગી આદિત્યનાથની આગેવાનીવાળી UP સરકારે રાજ્યમાં વીકએન્ડ લોક ડાઉન લાગુ કર્યું.



 નવી દિલ્હી: યોગી આદિત્યનાથની આગેવાનીવાળી UP  સરકારે મંગળવારે (20 એપ્રિલ) રાજ્યમાં વીકએન્ડ લોક ડાઉન  લાગુ કર્યું. 


કોરોના ની  આ ભયાનક પરિસ્થિતી વચ્ચે સંયમ અને ધૈર્ય એ આપણા મહાન શસ્ત્રો છે. રાજ્યમાં દર શનિવાર અને રવિવારે સાપ્તાહિક (કોરોના કર્ફ્યુ) લાગુ થશે. આ ઉપરાંત, એવા જિલ્લાઓમાં જ્યાં 5000 થી વધુ સક્રિય કેસ છે,  જરૂરી સેવાઓ સિવાય  રાત્રે 8 થી સવારે 07 સુધી કરફ્યુ  રહેશે. આ નિયમનો તાત્કાલિક અસરથી અમલ થવો જોઈએ, મંગળવારે સરકારે આપેલા આદેશ.


મુખ્ય સચિવ અવનિશ કે અવસ્થીએ જણાવ્યું હતું કે, ફક્ત આવશ્યક સેવાઓ માટે જ મંજૂરી આપવામાં આવશે. તમામ જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ લાગુ રહેશે.


સરકારી અધિકારીઓએ ઉમેર્યું હતું કે, બ્લેક માર્કેટિંગ અને ઓક્સિજન અને અન્ય જીવન બચાવતી દવાઓનું નફાકારક પ્રવૃતિ  અટકાવવા માટે તમામ સંભવિત કડક પગલાં લેશુ.


સુપ્રીમ કોર્ટે મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશથી ઉત્તર પ્રદેશના અલાહાબાદ, લખનઉ, કાનપુર, વારાણસી અને ગોરખપુર - પાંચ મુખ્ય કોરોના  પ્રભાવિત શહેરોમાં અઠવાડિયાના લાંબા લોક ડાઉન ના નિર્દેશના બે અઠવાડિયા માટે સ્ટે આપ્યો છે .


આ દરમિયાન, ભારત માં  છેલ્લા 24 કલાકમાં 2,59,170 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે  અને 1,761 લોકોનાં મોત નોંધાયા છે  , એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે (20, એપ્રિલ, 2021) જણાવેલ. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ