કોરોના મા મૂંઝવતા પ્રશ્નો - ડો. પ્રદીપ જોષી





કોરોના મા મૂંઝવતા પ્રશ્નો :-

*મને તાવ આવ્યો છૅ શું કોરોના હશે?

હાલના સંજોગો મા દરેક તાવ શરદી ઉધરસ કળતર સેલેખમ ગળા નો દુખાવો વગેરે તકલીફો કોરોના ને લીધે થાય તેની શક્યતા ખુબ જ વધારે છૅ

*મને ઉપરોક્ત તકલીફો છૅ તો મારે શું કરવું?

તુરંત નજીક ના અર્બન હેલ્થ સેન્ટર કે ધન્વંતરિ રથ પર પહોંચી રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવો

* જો હું રેપિડ ટેસ્ટ કરાવું અને એ પોઝિટિવ આવ્યો તો મને ફરજીયાત દાખલ કરી દે ને અથવા સમરસ હોસ્ટેલ મા પુરી દે ને?

નહીં બિલકુલ નહીં રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોય અને કોઈ મોટી તકલીફો કે વિષમતા ન હોય તેવા દર્દીઓ ને હોમકેર મા ઘરે જ સારવાર અપાય છૅ ક્યાય ફરજીયાત દાખલ થવું નહીં પડે. રેપિડ ટેસ્ટ કરાવો ત્યાંથી જ પોઝિટિવ ટેસ્ટ આવે તો પ્રાથમિક સારવાર ની દવાઓ તમને આપશે

* જો મારો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો શું મારે RT PCR ટેસ્ટ કે સીટી સ્કેન કરાવવાની જરૂર છૅ?

બિલકુલ નહીં. પોઝિટિવ રેપિડ ટેસ્ટ કોવીડ છૅ તેનું 100% નિદાન કરે છૅ એટલે કન્ફર્મ કરાવવા RT PCR ની જરૂર નથી. સીટી સ્કેન ફેફસા નો તકલીફ વધે તો ડોક્ટર કરાવશે

* રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો?

બે શક્યતાઓ છૅ.કોરોના ન હોય કોઈ બીજા કારણે તાવ આવ્યો હોય.બીજી શક્યતા એવી પણ છૅ કે કોરોના હોવા છતાં રેપિડ ટેસ્ટ નેગેટિવ આવી શકે આવા કેસ મા ડોક્ટર ને યોગ્ય લાગે તો RT PCR કે સીટી સ્કેન કરાવશે. વ્યક્તિ એ પોતે જુદા જુદા ટેસ્ટ કરાવી રાઘવાયા ન થઇ જવુ જોઈએ

* દર્દી ની શું ઘરે સારવાર થઇ શકે?

હા ચોક્કસ મોટાભાગ ના દર્દીઓ ને ઘરે સારવાર થી તદ્દન સારુ થયી જાય છૅ

*તો પછી કોને દાખલ થવું પડે?

વાયસ્ક,કોઈ ગંભીર બીમારી પહેલે થી હોય તેને કોરોના થાય, 6 મિનિટ ઘર મા ચાલ્યા પછી જેનું ઓક્સિજન લેવલ મીટર મા 92-93 થી ઘટતું હોય,શ્વાસોશ્વાસ મા તકલીફ થતી હોય કે અન્ય વિષમતા ઉભી થાય તેને હોસ્પીટલ મા દાખલ કરી સારવાર આપવી પડે.

*રેમડેસીવીર ઇન્જેક્શન કોને આપવા પડે?

આ ઇન્જેક્શન બધા માટે ઉપયોગી નથી અને તે ન અપાય કે ન મળે તો દર્દી ને મુસીબત થશે તેવું ન માનવું
 આ ઇન્જેક્શન ફક્ત દાખલ દર્દીઓ જેમનું RT PCR પોઝિટિવ હોય જેમના સીટી સ્કેન મા ખાસું વધારે ફેફસા નું સંક્ર્મણ હોય ઓક્સિજન લેવલ ઓછું હોય કે અન્ય વિષમતા હોય તેને જ આ ઇન્જેક્શન આપી શકાય

* ગંભીરતા વધે ત્યારે બેડ ન મળે તેવું બને તેના કરતા વહેલા દાખલ ન થવાય?

ના કારણકે તેમાં હોસ્પીટલ માંથી બીજા ચેપ લાગી તબિયત બગડી પણ શકે. તમે કોઈ જરૂરી વ્યક્તિ નો હક છીનવી વધુ મુસીબત મા પણ મુકાઈ શકો.પ્રશાસન અને ડોકટરો હોસ્પિટલો અને પથારીઓ વધારી રહ્યા છૅ કોઈ તકલીફ જરૂર પડે ત્યારે નહીં થાય

* રેમડેસીવીર જરૂર પડે ત્યારે નહીં મળે તો?

તેનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ રહેશે જો પ્રજા બિન જરૂરી સંગ્રહ અને બિનજરૂરી ઉપયોગ માટે ડોક્ટર પણ દબાણ ન કરે તો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ