પંજાબ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન નામની એનજીઓનું કહેવું છે કે, ગણતંત્ર દિવસની ખેડૂત પરેડમાં ભાગ લેવા પંજાબથી આવેલા સોથી વધુ ખેડૂતો ગુમ છે.
લાલ કિલ્લા પર થયેલી હિંસક ઘટના બાદ 100 થી વધુ વિરોધ કરી રહેલા ખેડૂત લાપતા છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા ફક્ત 18 જેટલા ખેડુતોની પુષ્ટિ કરવામાં આવી છે
કે તેઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ બાકીના ખેડુતો વિશે કંઈ જાણી શકાયું નથી, જેનાથી તેમના પરિવારોને ભારે તકલીફ થઈ રહી છે.
પુષ્ટિ મળતા 18 ખેડુતોમાંથી સાત બાથિંડા જિલ્લાના તલવંડી સાબો પેટા વિભાગ હેઠળના બંગી નિહાલસિંહ ગામના રહેવાસી છે.
આ ખેડુતોને દિલ્હી પોલીસે કિસાન રેલી દરમિયાન લાલ કિલ્લા પર હિંસાના આરોપ હેઠળ ધરપકડ કરી હતી.
આ ખેડુતો 23 જાન્યુઆરીએ બે ટ્રેક્ટર પર બેસીને દિલ્હી જવા રવાના થયા હતા
0 ટિપ્પણીઓ