મહુવા પોલીસ સે નકલી સોફ્ટવેર નો ઉપયોગ કરતા બે હીરાના કારખાના માં દરોડા પાડ્યા


24-જાન્યુઆરી ના રોજ મહુવા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી જી. બી. ગોહિલ દ્વારા મહુવા માં ચાલતા બે કારખાના માં દરોડા પાડવામાં આવ્યા અને મશીનો અને કમ્પ્યુટર તથા પાઈરાઈટેડ સોફટવેર કબજે કરવવામાં આવિયા. હીરા ઉદ્યોગ માં ઘણા મશીનો નો ઉપયોગ થાય છે અમુક વ્યાપારીઓ નકલી, બનાવટી તથા પાઈરાઈટેડ વસ્તુ સસ્તામાં કોઈપણ જાત ના બીલ વગર વહેચી દેતા હોય છે અને જેની અસર હીરા ઉદ્યોગ પર પણ પડી રહી હોય તેવો કિસ્સો મહુવામાં બનીયો છે.

સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમીટેડ, બોબ્મે વતી પ્રકાશ ઈંગ્લે, યોગેશભાઈ જગદાલે અને રાજ સીંગ  દ્વારા મહુવા પોલીસ મથકે અશોકભાઈ સીસારા અને જબ્બરભાઈ હડિયા વિરૃધ કોપીરાઇટ નો ભંગ અંગે ફરિયાદ નોંધાવેલ હતી જે આધારે મહુવા પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળેલ કે કોઈપણ પ્રકાર ના બીલ વગર સુરતમાંથી મશીનો તથા સોફટવેર ખરીદવામાં આવેલ.

પોલીસે બંને કારખાના માંથી મશીનો અને કમ્પ્યુટર જપ્ત કર્યા હતા. આ ઘટનાના કરણે મહુવા ના તમામ કારખાનામાં ચર્ચાનો વિષય બનેલ છે. સાથો-સાથ આ વિષય ના સંદર્ભે અફવાઓ પણ ઉડતી હોય ત્યારે મહુવાના હીરા કારખાનામાં આશંકાઓનો માહોલ પણ બની રહયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ