નવી દિલ્હી: લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની ટીમ તરફથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.
આ શોના લેખક અભિષેક મકવાણાએ 27 નવેમ્બરના રોજ આત્મહત્યા કરી હતી.
અભિષેક તેના ફ્લેટમાં લટકતો જોવા મળ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે અભિષેક મકવાણાએ સુસાઇડ નોટમાં આર્થિક સંકટનો ઉલ્લેખ કર્યો હતો.
જ્યારે, મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે તે સાયબર ફ્રોડ અને બ્લેકમેલનો શિકાર હતો.
રિવારે કહ્યું, 'તેઓ ફોન કરી પૈસા માંગે છે. તેમનું કહેવું છે કે લોન લેતી વખતે અભિષેકે તેના પરિવારને બાંહેધરી આપી હતી. અભિષેકનો ભાઈ જેનિસ કહે છે કે તેણે થોડા ઇ-મેલ્સ વાંચ્યા છે, જેના પછી તેમને સમજાયું કે અભિષેક આર્થિક જાળમાં ફસાયો હતો.
0 ટિપ્પણીઓ