આજરોજ અમેરિકા ની ખ્યાતનામ કંપની દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ખાતે ન્યુજર્સી સ્થિત વૈશ્વિક સ્તરે પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટેની એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને તે સર્વિસ બેસ્ડ પ્લેટફોર્મ છે જે પ્રમાણપત્ર અને જરૂરી નિષ્ણાત સલાહકાર દ્વારા માનવી અને અસ્તિત્વની સંભાવના દર્શાવવા માટે શ્રેષ્ઠ તક આપે છે. તે ઇવેન્ટ્સ, કોન્ફરન્સ, ટેલેન્ટ શૉ ,મેગેઝિન, ઇ ન્યૂઝ પેપર અને વાર્ષિક વર્લ્ડ બુક (રેકોર્ડ બુક )સાથે નવીન પ્રમોશનલ માર્કેટિંગ સાથે સંકળાયેલા ક્લાયંટ-સેન્ટ્રીક રેવન્યુ મોડેલને અનુસરે છે.  આ સિવાય તે વ્યક્તિત્વ અને સંસ્થાઓનું સન્માન કરે છે જે તેમના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે અને તે વિશ્વભરના સમાજની સુધારણા માટે ફાળો આપે છે.  આ ઉપરાંત, તે લોકો અને વ્યવસાયિક સંગઠનને પ્રોત્સાહિત કરવા સામાજિક, શૈક્ષણિક અને પરોપકારી પ્રવૃત્તિઓના કારણને સમર્થન આપે છે.

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન, અમેરિકા દ્વારા ભારતના એમાંય આજ રોજ ગુજરાત ના ભરૂચના જીલ્લા માં વિશેષ સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો . જેમાં આજ રોજ જુદી જુદી કેટેગરી પ્રમાણે સર્ટિફેક્ટ કંપની ના CEO & Founder એવા આદરણીય મિહિર ભાઈ બ્રહ્મભટ્ટ (USA) દ્વારા અને તેમના ભારત ના ડેલિગેશન દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા . મેમ્બર ઓફ પાર્લામેન્ટ આદરણીય મનસુખ ભાઈ વસાવા ના વિશેષ કાર્યોને ધ્યાન માં રાખી ઇન્સ્પાયરિંગ હ્યુમન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. સાથે સાથે ભરૂચ જીલ્લા પોલિસ વડા આદરણીય રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ની કોરોના કાળ દરમિયાન ભરૂચ જીલ્લા માં વિશેષ કરમગીરી બદલ ઇન્સ્પાયરિંગ હ્યુમન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન કંપની ના ફાઉન્ડર મિહિર બ્રહ્મભટ્ટ (USA) અને તેમના ભારત ના ડેલિગેશન માં વિશેષ વ્યકતિઓ ની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા .વિશેષ ઉપસ્થિતિ જેઓ વર્ષોથી બાળકો ને ગેજેટ થી દૂર રાખવા સુરત ખાતે રીડર્સ અડ્ડા નામની કંપની ચલાવી રહ્યા છે .સમગ્ર ભારત અને વિદેશોમાં અત્યાર સુધી જેઓએ હજારો બાળકો ને ગેજેટ ની ટેવ છોડાવી પુસ્તક વાંચવાની આદત પાડી બાળકોનું ભવિષ્ય ઉજળું કરવામાં જેઓનું સૌથી મોટું યોગદાન રહ્યું છે એવા રીડર્સ અડ્ડા ના ફાઉનડર આદરણીય જ્યોતિ બહેન ડોરા ના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો .જેમાં ભરૂચ જીલ્લા એજ્યુકેશન ઓફિસર (DEO ) શ્રી નવીનતભાઈ મહેતા, ભરૂચ જીલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી સંગીતતા બહેન મિસ્ત્રી ,ભરૂચ જીલ્લા ઉદ્યોગપતિ ભાવિક ભાઈ બારોટ.,જીગર બારોટ વિશેષ ઉપસ્તિથ રહ્યા હતા .ત્યારે સૌએ જણાવેલ કે આ એવોર્ડ ની નોંધ એ એક ગુજરાતી તારીખે અને સમગ્ર ભરૂચ જીલ્લા માટે ગૌરવની વાત છે. આ એવોર્ડ થી ભરૂચ જિલ્લામાં સર્વત્ર હર્ષ ની લાગણી ફેલાઇ જવા પામી છે. સાથે સાથે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન કંપની ના ફાઉન્ડર મિહિર બ્રહ્મભટ્ટ એ સૌ સાથે ટેલિફોનક વાતચીત કરી અને આવનારા દિવસૌ માં સમગ્ર ભરૂચ જીલ્લા માં વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં ની તૈયારી શરૂ કરવામાં આવશે એવી પણ વાત કરી અભિનંદન અને શુભકામના પાઠવી .

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ