વિકટોરિયા પાર્ક : ભાવેણાના સવા છ લાખની વસ્તીને સ્વચ્છ ઓક્સિજન આપે છે

 


- રાજ્યના મહાનગરોની વચ્ચે આવેલું એક માત્ર શહેરી જંગલ : ભાવનગરનો વિક્ટોરિયા પાર્ક

- ભાવનગરનો વિક્ટોરિયા પાર્ક 202 હેક્ટરમાં ફેલાયેલા આ શહેરી જંગલને નેશનલ પાર્ક તરીકે વિકસાવી શકાય

ભાવનગરનો વિકટોરિયા પાર્ક અનેક આયુર્વેદિક ઔષધિનું ઉદ્દગમસ્થાન છે તો પક્ષીઓની પણ અનેક વિવિધતા છે. ભૌગોલિકતાની દ્રષ્ટિએ અને કુદરતી સૌંદર્યમાં આ પાર્ક બેજોડ છે. અંદાજિત 202 હેક્ટર જમીનમાં પથરાયેલા આ પાર્કથી સવા છ લાખ જેટલા શહેરીજનોને સ્વચ્છ ઓક્સિજન મળે છે. આ પાર્કની સ્થાપના મહારાજા તખ્તસિંહજીએ 24મી મે, 1886ના રોજ કરી હતી. રાજયના મુખ્ય ઈજનેર પ્રોકટર સીમ્સની દેખરેખ હેઠળ આ પાર્કમાં અનેકવિધ જાતના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. તો સાથો સાથ જુદા-જુદા પ્રકારના વન્ય પ્રાણીઓને પણ છૂટા મુકવામાં આવ્યાં હતાં.

દેશ આઝાદ થયા બાદ આ પાર્કની જગ્યા વન વિભાગ હસ્તક સોંપવામાં આવી હતી. રાજ્ય પ્રકૃતિનું સાનિધ્ય માણી શકે છે. પાંચ હેક્ટર વિસ્તારમાં નર્સરી પણ છે. તો સંશોધનો પણ થાય છે. ત્યારે થોડા વર્ષ પૂર્વે આગના બનાવો અને તે પહેલાં બિલ્ડર લોબીની પેશકદમીને કારણે આ પાર્કની ગરિમા થોડી ઝંખવાણી તે તેમાં ઝડપભેર વધારો કરવા આ પાર્કને નેશનલ પાર્ક તરીકે જાહેર કરી ડેવલપ કરે તો પર્યાવરણ પ્રેમીઓને એક સરકારે પણ રક્ષિતવન જાહેર કર્યું હતું.

આ પાર્કની જમીનની ફળદ્રુપતા જોતાં કાંટાળા નાના વૃક્ષો વધુ પ્રમાણમાં ઉગે છે તો નજીકમાં બોરતળાવ છે ઉપરાંત વિક્ટોરિયા પાર્કમાં કૃષ્ણકુંજ તળાવ છે. આ તળાવ ત્રણેક દાયકા પૂર્વે ખોદવામાં આવ્યું હતું. આ તળાવ જળચર સૃષ્ટિ માટે નિવાસસ્થાન છે. આ સિવાય ભોજનશાળા પણ છે. હવે જો યોગ્ય સ્તરે વિકાસ કરવામાં આવે તો પ્રકૃતિપ્રેમીઓ માટે આ પાર્ક તો એક વિશાળ જિવંત પ્રયોગશાળા ઉપરાંત સાચું અને સારું વિહાર ધામ બની જશે.

ભાવેણાની હરિયાળીનું એક મુખ્ય કારણ વિક્ટોરિયા પાર્ક
ભાવનગર શહેરમાં વૃક્ષોની સંખ્યા નોંધપાત્ર છે અને રાજ્યમાં બીજો ક્રમ મેળવ્યો છે તેનું એક મુખ્ય કારણ શહેરમાં આવેલો વિક્ટોરિયા પાર્કનો જંગલ વિસ્તાર છે. મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 202 હેક્ટર વિસ્તારમાં આવેલા વિક્ટોરિયા પાર્કમાં પ્રતિ એક હેક્ટરે વૃક્ષોની સંખ્યા 1052 છે. જ્યારે શહેરી વિસ્તારમાં પ્રતિ એક હેક્ટરે આ સંખ્યા માત્ર 50.1 વૃક્ષની જ છે. પણ આ બન્નેનો ભેગા કરતા સમગ્ર શહેરમાં પ્રતિ એક હેક્ટરે વૃક્ષોની સંખ્યા 89.5 થાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ