જામનગરના જામસાહેબના ઉદાર અને માનવતાવાદી કર્મના લીધે એક છોકરો પોલેન્ડનો પ્રેસિડેન્ટ બન્યો.

 


સોરઠ અને કચ્છનો ઇતિહાસ લખાશે ત્યારે જામસાહેબની દરિયાદિલીનું પ્રકરણ એક અનોખીજ છાપ ઉભી કરશે. પારકા દેશ પોલેન્ડ ના અનાથ બાળકોને જયારે દુનિયાનો કોઈ દેશ રાખવા તૈયાર ના હતો ત્યારે જામસાહેબે ભાતીગળ ભાઈચારાનો બેનમૂન દાખલો બેસાડ્યો હતો. બ્રિટિશ સરકાર ની સાડાબારી રાખ્યા વગર બાપુએ પોલેન્ડમાં માં-બાપ વિહોણા લાચાર બની ગયેલા બાળકોને પોતાના રાજ્યમાં 9 વર્ષ સુધી આશરો આપ્યો હતો. એમની સંસ્કૃતિ ને અભડાવ્યાં વગર લાલન પાલન કર્યું હતું. "મુંઝાશો નહિ હવે તમે અનાથ નથી" નવાનગર ના નિવાસીઓ છો. તમારી રક્ષા કરવા આ બાપુ જીવતો જાગતો બેઠો છે.

વાત બીજા વિશ્વ્યુદ્ધ વખત ની છે ચારે બાજુ મારો મારો અને કાપો કાપો થઇ રહ્યુ હતું. ઠેરઠેર શાંતિ અને સત્યનું નિકંદન નીકળી ગયુ હતુ. સત્તાની લાલચમાં મોટા દેશો ભૂખ્યા સિંહ ની જેમ મરણીયા થયા હતા. 1939 મા નક્કી થયુ કે નાના અને ગરીબ દેશ પોલેન્ડ ઉપર કોઈએ હુમલો કરવો નહિ આ એગ્રીમેન્ટ નુ નામ હતુ ribentrop mototov pact. છતાં જર્મની નો નિર્દયી-નિષ્ઠુર-નપાવટ-પાપી તાનાશાહ હિટલર માન્યો નહિ. કરાર ની પરવાહ કર્યા વગર એણે પોલેન્ડ પર આક્રમણ કર્યું અને નિર્દોષ લોકોનો ખુદડો બોલાવી દીધો. રહી સહી કસર સોવિયેત સંધે પુરી કરી દીધી. 16 દિવસ પછી શરમ વગર નુ સોવિયેત સંઘ પોલેન્ડ ઉપર ચઢી બેઠુ. આ વિશ્વયુદ્ધના કારણે પોલેન્ડમા બધુ ખેદાન મેદાન થઇ ગયુ. સેંકડો બાળકો અનાથ થયા. તેમને રાહત કૅમ્પોમા રાખવામાં આવ્યા. કૅમ્પો મા ના તો ખાવાની વ્યવસ્થા ના ઓઢવા સુવાની. પેટની ભૂખ અને માં-બાપ ગુમાવ્યાનું દુઃખ નિર્દોષ અને નિઃસહાય બાળકો ત્રાહિમામ પોકારી ગયા. સોવિયેત સંઘના સૈનિકોમાં દયાનો છાંટો ના હતો નકટા થઈને તેમણે કેમ્પો મા જઈને બાળકોને જતા રહેવાનો આદેશ આપ્યો. મુઠ્ઠી મા જીવ લઈને ભાગી જવા સિવાય બાળકો જોડે કોઈ રસ્તો ના હતો.
લોહીના આંસુ એ રડતા બાળકોને એક વહાણ મા બેસાડીને રવાના કરી દેવામાં આવ્યા. પણ ક્યાં જવું, ક્યાં થોભવું, ક્યાં રહેશુ કશુજ નિશ્ચિત ના હતુ. વહાણ ચાલકને એટલુંજ કહેવામા આવ્યુ દુનિયાના જે દેશ મા જવુ હોય જાવ જે ખૂણામાં જવું હોય જાવ જ્યાં આશરો મળે ત્યાં હંકારી મુકો. બચ્યા ખુચ્યા સ્વજનોએ તેમના વ્હાલસોયા બાળકોને કલેજા ઉપર પથ્થર રાખી વિદાય આપી. ચોંધાર આસું એ રડતા રડતા કહ્યું અમે જીવતા રહીશુ અથવા ઉગરી જઇશુ તો મળીશુ નહિ તો જીવન મરણ ના છેલ્લા સલામ.
તરતું ભટકતું વહાણ તુર્કી જઈ પહોંચ્યું. તુર્કીએ થોડી ઘણી સાધન સામગ્રી આપી પણ શરણ આપવાની ઘસીને ના પાડી દીધી. નિરાશ નાવિક અને હતાશ બાળકો આગળ દરિયો કાપવા લાગ્યા અને ઈરાન પહોંચ્યા. ઈરાને પણ આશરો આપવાની ના પાડી અને કહ્યું અમારે સળગતું લાકડું ઘરમાં નથી ઘાલવું. ત્યાંથી કરાંચી પહોંચ્યા ત્યાં પણ જાકારો મળ્યો અને પછી વહાણ મુંબઈ ના ડોકયાર્ડ બંદરે પહોંચ્યું. આશરે એક મહિના જેટલો સમય પસાર થઇ ચુક્યો હતો બધાના શરીર નબળા અને હૈયા હતપ્રત થઇ ગયા હતા એવામાં આ સમાચાર નવા નગરના રાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજા ના કાને પહોંચ્યા.
એ સમયે સોરઠ ના જામનગર ને નવા નગર ના નામ થી ઓળખવામાં આવતુ હતુ. ખૂબ જાણીતું રજવાડું, ઉદાર અને માનવતાવાદી રાજા. બ્રિટન ની વોર કેબિનેટ મા આ બાળકોના ભવિષ્ય ને લઈને ચર્ચા ચાલતી હતી. એ સમયે રાજા દિગ્વિજયસિંહ પણ ઉપસ્થિત હતા. વાત થાય તો ઓળીધોળી નાખવામાં આવતી નમારા બ્રિટિશો કોઈ એક નિર્ણય પર આવે નહિ. બાપુએ કમર કસી અને બાળકોને પોતાના રજવાડામાં આશરો આપવાનો પ્રસ્તાવ મુક્યો. ખોરી ટોપરા જેવી દાનત વાડા બ્રિટિશરોની આંખો પહોળી થઇ ગઈ એમને આ પ્રસ્તાવ ગમ્યો નહિ. તેઓ કહે તમે રાજના ખર્ચે વિદેશી પ્રજા ને આશરો આપી શકો નહિ. બાપુનું લોહી ઉકાળી ઉઠ્યું તેમણે કહ્યું આશરોતો આપીશજ પણ રાજખજાનાની રાતિપાઇ પણ નહિ વાપરુ. બ્રિટિશરોના મોઢા કાપો તો લોહીના નીકળે એવા થઇ ગયા અને વિલા મોઢે હા પાડવી પડી.
પછી બાળકોને મુંબઈ થી નવા નગર લાવવામાં આવ્યા. ઉત્તરાયણ ની આજુબાજુના દિવસ મા જહાજ જામનગર ના રોજી બંદરે આવી પહોંચ્યું. મહારાજે ખુદ 640 બાળકોની આગતા સ્વાગતા કરી. મોટાભાગના બાળકોને છેલ્લા એક મહિના થી સરખું ખાવાનુ મળ્યું નહતુ આથી શરીર હાડપીંજર થઇ ગયા હતા આંખો ઊંડી ઉતરી ગઈ હતી કેટલાક તો સાવ અશક્ત અને બીમાર થઇ ગયા હતા. બાપુનો ઉષ્માભર્યો અતિથિભવ જોઈને એમને તો જાણે ભગવાન મળ્યા! કપડાંની વ્યવસ્થા કરવામાં આવી રાજમહેલ મા ઉતારો આપવામાં આવ્યો. બીમારોના ઈલાજ માટે ડૉક્ટર બોલવામાં આવ્યા. બધાજ બાળકોની માનસિક સ્થિતિ બહુ ખરાબ હતી એટલે બાપુએ જાતે પિતાતુલ્ય બનીને સાર સંભાળ લેવાનું ચાલુ કર્યું.
"હું માત્ર નવા નગરની પ્રજા નહિ, પણ તમારો પણ પિતા છું" એમ કહીને પિતાતુલ્ય પ્રેમ આપ્યો. 640 બાળકો લાંબા સમય સુધી રહી શકે તે માટે પાકુ મકાન, શાળા, મેદાન તેમજ ભોજનની વ્યવસ્થા બહુ ટૂંકા સમયમાં કરી દીધી. બાપુ જ્યાં ઉનાળા દરમિયાન રહેતા હતા એ બાલાચડીની જગ્યા ખાલી કરી આપી. મહારાજ એ શાળા ઉપરાંત ફૂટબોલ, ટેનિસ, સ્વિમિંગ, લાઈબ્રેરી, સંગીત ની વ્યવસ્થા કરી આપી. પોલેન્ડ ભાષાના જાણકાર કેથોલિક પાદરીને રોકી તેમની ધાર્મિક શિક્ષણ ની સગવડ કરી આપી. બાલાચડીમા રંગે ચંગે પોલેન્ડ ના તહેવારો ઉજવાતા. રંગોળી હરીફાઈ અને વેશભૂસાના કાર્યક્રમો યોજાતા. એક વાર બાપુને ખબર પડી કે બાળકોને પાલક નુ શાક અને ભારતીય વાનગી માકફ નથી આવતી બાળકો ભૂખ્યા રહે છે. બાપુએ તાત્કાલિક ગોવા થી રસોયા તેડાવ્યા અને તેમના ભાવતા ભોજન નુ મેનુ બનાવ્યું. બાપુના માનવતાવાદી કાર્ય ની નોંધ સમગ્ર વિશ્વ એ લીધી બ્રિટિશરો ને આ ગમ્યું નહિ એટલે એ લોકો હવન મા હાડકા ન નાખે એટલે બાપુ એ બધા બાળકોને દત્તક લઇ લીધા અને લખાણ કરાવી નાખ્યું.
બીજું વિશ્વયુદ્ધ સત્તાવાર રીતે પૂર્ણ થયું તેના થોડા સમય પછી અહીંથી બાળકો અને યુવાનોને પોતાના દેશમાં અને અન્ય દેશોમાં જ્યાં તેમના સગા હોય ત્યાં મોકલવાની વ્યવસ્થા કરાઈ. મહારાજ પોતે રેલ્વે સ્ટેશન સુધી વળાવવા ગયા. બાપુ બાળકોને ના મૂકે અને બાળકો બાપુને. ચોધાર આંસુએ જયારે બાળકોએ વિદાય આપી ત્યારે સુખદ છતાં કરુણ દ્રશ્યો સર્જાયા.
શરણાર્થીઓ તરીકે આવેલા બાળકો માંથી એક પોલેન્ડ નો પ્રેસિડેન્ટ બન્યો હતો. પોલેન્ડ ની સરકાર અને શરણાર્થીઓના વંશજો હજુ પણ આ ભારતીય રાજવીના ઉપકારો ભુલ્યા નથી. કેટલાય શરણાર્થીઓના વારીસો હજુ પણ દર વર્ષે જામનગર આવે છે બાલાચડીની માટી માથે ચડાવે છે. પોલેન્ડ ના પાટનગર warsaw ના અનેક રસ્તાઓ મહારાજ જામસાહેબ ના નામ થી ઓળખાય છે. મહારાજ ના નામે શાળા કૉલેજો સ્થપાઈ છે. પોલેન્ડ ની સરકાર ત્યાંની પ્રજા માટે જયારે યોજનાઓ શુરુ કરે છે તેને મહારાજ જામસાહેબના નામ થી જોડવામાં આવે છે. ત્યાંના દૈનિક સમાચાર પત્રો દર વર્ષે મહારાજા જામસાહેબ ના મથાળા હેઠળ લેખો પ્રકાશિત કરે છે.
શીશ ઝુકાવીને વંદન છે જામસાહેબ ને🙏

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ