મુંબઇ : ઓફીસ તોડફોડ મામલે કંગના ની જીત


તા.27/11/20,મુંબઇ
કંગના રાણાવત ને મહારાષ્ટ્ર ની સરકાર વચ્ચે ના વિવાદ થી સૌ કોઈ અવગત છે.આજ વિવાદ માં કંગના એ શિવસેના ના સંજય રાઉત ને લાલકાર્યા હતા.ત્યારબાદ સંજય રાઉતે મુંબઇ મહાનગર પાલિકા નો ઉપયોગ કરી કંગના ની ઓફીસ તોડી પાડી હતી.
આગલે દિવસે સામના માં એડિટોરિયલ લેખ નું મથાળું હતું "ઉખાડ લિયા"
ત્યારબાદ આ સમગ્ર મામલો મુંબઇ હાઇકોર્ટ માં હતો જેમાં કંગના ને જીત મળી છે.
કોર્ટે કહ્યું હતું કે " અરજીકર્તા ને કાયદાકીય મદદ લેતા રોકવામાં આવેલ
તથા BMC એ જે ગેરકાયદેસર દબાણ ની નોટિસ ફટકારી હતી તેને પણ ફગાવી હતી.
સાથે કંગના ને સૂચન કર્યું હતું કે જાહેર નિવેદનો માં સંયમ રાખે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ