સમસ્ત ભાવનગર બ્રહ્મભટ્ટ યુવા નિર્મિત બ્રહ્મભટ્ટ ક્રિકેટ લીગ-૭ નું આયોજન તા-૧૭ થી ૧૯ નવેમ્બર દરમ્યાન ફરિયાદકા મુકામે થયેલ,
આ આયોજન માં બ્રહ્મભટ્ટ જ્ઞાતિ ના અલગ અલગ ગામો માંથી કુલ ૧૧ ટિમો એ ભાગ લીધેલ ૩ દિવસ દરમ્યાન તમામ પ્લેયર તેમજ પ્રેક્ષક માટે નાસ્તો તેમજ ભોજન ની વ્યવસ્થા કરવા માં આવેલ ૩ દિવસ ની ટુર્નામેન્ટ ના અંતે મહાકાલ ઇલેવન પાલીતાણા ની ટિમ ચેમ્પિયન રહી હતી
તેમજ મહાદેવ ઇલેવન કાકીડી ની ટિમ રનર્સ અપ રહી હતી તમામ ટિમો તેમજ દાતાશ્રી ને ટ્રોફી તેમજ શાલ ઓઢાડી સન્માન કરાયા હતા સમગ્ર આયોજન સરકારશ્રી ની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક સેનેટાઇઝ તેમજ ડિસ્ટન્સ નું ધ્યાન રાખવા માં આવ્યું હતું સમગ્ર આયોજન સમસ્ત BCL કમિટી તેમજ પ્રણવભાઈ દેવલૂક ની આગેવાની હેઠળ યોજાયું હતું
0 ટિપ્પણીઓ