માતા બને નિર્માતા - દર્શન પંડ્યા ની કલમે

માતા બને નિર્માતા 

માતા વિશે આપણા સાહિત્ય મા ખુબ જ લખાયું છે . એક માતા ની પોતાના પુત્ર- પુત્રી કે તેના ઘર માટે ના બલિદાન ને તમામ સાહિત્યકારો એ પોત પોતાની રીતે આલેખન કર્યું છે. એવું કહેવાય છે માતા મા એ તાકાત છે તે તેના સંતાનોને સફળતા ના સર્વોચ્ચ શિખર સુધી પહોચાડી શકે. તમે  તમારા સંતાનો ને  શું  બનાવવા ઈચ્છો છો એ તમારા હાથની વાત છે. એક સમયે હતો કે આપણી પાઠશાળા મા એક સૂત્ર વંચાતું કે 
"એક માતા સો શિક્ષકો ની ગરજ સારે છે ". 
પરંતુ જ્યાર થી મોબાઈલ નો ઉપયોગ વધ્યો છે ત્યારથી કંઈક અલગ વાસ્તવિકતા જોવા મળી રહી છે એ પણ વાસ્તવિકતા છે . પોતાના સંતાનો મા સારા સંસ્કાર નું સિંચન કરવા ના બદલે ઘણી માતાઓ મોબાઈલ મા વ્યસ્ત જોવા મળે છે. મોબાઈલ ના વપરાશ નો વિરોધ નથી પણ મારો કહેવાનો મતલબ એ છે કે મોબાઈલ ના ભોગ તમારા મા જે સંસ્કાર સિંચન નો શક્તિ છે એ ન ભુલાવી જોઈએ. 

મને લાગે છે કે જો માતા ખરા અર્થ મા બાળકો મા સંસ્કાર નું સિંચન  કરવા લાગશે તો માતા ના ગર્ભ મા દિકરો હોય કે  દિકરી  એ સ્વર્ગ ને નીચે ઉતારી શકશે, વતન નું જતન કરી શકશે, એ પતન ને રોકી શકવા ની તાકાત ધરાવતું થશે. પણ એ બાળક મા શક્ય ત્યારે જ બને જ્યારે માતા સાચા અર્થમાં બાળકો ની નિર્માતા બને. માતા નું આ સત્કર્મ છે . જો આવી રીતે દરેક બાળક નો ઉછેર કરવામાં આવશે તો હું પૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું કે એ તમને વૃધ્ધાશ્રમ મા નહીં મોકલે કારણ કે તેની એક પુત્ર તરીકે ની જવાબદારી અને માતાપિતા પ્રત્યે સંતાન ની જવાબદારી ના સંસ્કાર નું સિંચન પહેલે થી  જ તેમનામાં કરેલું છે. અને સંસ્કૃત મા પણ કહેવાયું છે કે 
         " માતા નિર્માતા ભવેત" 
માટે માતાઓ ને વિનંતી છે કે ઘરનું વાતાવરણ પવિત્ર બનાવો, સંતાનો મા  સારા સંસ્કાર નું સિંચન કરો માતા ખુદ જ્યારે પોતાના સંતાન ની નિર્માતા બનશે ત્યારે મને પૂર્ણ આશા છે ઘરે ઘરે એવા દિવ્ય સંતાનો જન્મ લેશે કે જેના પર આખાય ભારત વર્ષને હંમેશા ગર્વ થશે. 

✒️દર્શન પંડયા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ