'RRR' ટીઝર રિલિઝ : જુનિયર NTR તરીકે કોમારામ ભીમ બહાદુર, ચાહકો ને ખૂબ ગમી રહ્યું છે ટીઝર

 

એસ.એસ. રાજામૌલીની 'આરઆરઆર' બે સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાનીઓ, અલુરી સીથારામ રાજુ અને કોમરામ ભીમની કાલ્પનિક વાર્તા છે, જેનો અનુક્રમે રામચરણ અને જુનિયર એનટીઆર દ્વારા ભજવવામાં આવ્યું  છે.


ગુરુવારે, દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીના ચાહકો માટે સારા સમાચાર લઈને આવ્યા હતા , કારણ કે જાણીતા ફિલ્મમેકર તેની આગામી ફિલ્મ રૂદરામ રણમ રૂધીરામ (RRR) નું ટીઝર શેર કર્યું હતું.

મુખ્ય તેલુગુ અભિનેતા રામ ચરણ અને જુનિયર NTR અભિનિત, આ ફિલ્મમાં ઓલિવિયા મોરિસ, રે સ્ટીવેનસન, એલિસન ડૂડી જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. બોલિવૂડ કલાકારો આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ ફિલ્મની કાસ્ટનો ભાગ છે.

ટ્વિટર પર ટીઝરને શેર કરતા, જુનિયર NTR ના પાત્ર કોમારામ ભીમનો પરિચય આપે છે, રાજામૌલીએ લખ્યું છે કે, 'આપણા રામરાજુ સિવાય ભીમની શક્તિનું વર્ણન બીજું કોણ કરી શકે ... મારા ભીમનો તમને પરિચય આપી રહ્યો છે ... પાણીની લહેર #RamarajuforBheem #RRRMovie @ tarak9999 @AlwaysRamCharan (sic). "

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ