નાના લવિંગના ઘણા મોટા ફાયદા કાનના દુખાવાથી દાંતના દુખાવામાં રાહત આપે છે!

ભારતીય મસાલામાં લવિંગનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે થાય છે.



-     વિંગનો ઉપયોગ પેટમાં હાયડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધારીને વાતહારક તરીકે પણ કરવામાં આવે છે.

- પાંચથી સાત લવિંગનું ચુર્ણ એક ચમચી મધમાં સવાર સાંજ ચાટવાથી કફના રોગો મટે છે.

- લવિંગનો ઉકાળો પેટની તકલીફોમાં ઘણો ફાયદો કરે છે. ઉકાળો બનાવવા માટે આશરે ૨૦ નંગ લવિંગને બે ગ્લાસ પાણીમાં ઉકાળવાં. ઉકળતાં એક કપ પાણી બાકી રહે એટલે ગાળી, ઠંડું પાડીને પી જવું. સવાર-સાંજ ઉકાળો તાજો બનાવીને પીવાથી અગ્નિમાંદ્ય, પેટનો ગેસ, ચૂંક, અજીર્ણ વગેરેમાં થાય છે.

- શરદીમાં લવિંગનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે.


- ભોજન જમ્યા પછી ૧-૧ લવિંગ સવાર-સાંજ ખાવાથી એસિડિટી સારી થઈ જાય છે.

-અસ્થમા-દમના હુમલા વખતે ચાર-પાંચ લવિંગ ચાવીને તેનો રસ ધીમે ધીમે ઉતારતા રહેવાથી રાહત અનુભવાય છે. ....................................................................................................................૨૫ ગ્રામ લવિંગ અને ૧૦૦ ગ્રામ સૂંઠ લઈ, ખૂબ ખાંડીને તેનું ચૂર્ણ બનાવી લેવું. સવાર-સાંજ અડધી ચમચી જેટલું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી આહારનું પાચન થઈ ઝાડા વગેરે બંધ થાય છે.



- લવિંગનું તેલ દાંત પર લગાવવાથી દાંતનો દુ:ખાવો તરત જ મટે છે.

-એકાદબે લવિંગ મોંમાં રાખવાથી મોંમાં લાળ અને હોજરીમાં પાચક રસોનો સ્રાવ થાય છે.

-પાતળા ઝાડા થતા હોય તો લવિંગ નાખી ઉકાળી ઠંડુ કરેલ પાણી પીવાથી લાભ થાય છે.

- લવિંગ અને હળદર પીસીને લગાવવાથી નાકના મસા મટી જાય છે.

-મરડો, ઝાડા, આફરો, ઉદરશૂળ, દમ-શ્વાસનો હુમલો વગેરે પણ લવિંગથી મટે છે.

- માથું દુખતું હોય તો કપાળ પર લવિંગ ચોપડવાથી તરત રાહત થાય છે. બે લવિંગ ચાવવાથી કફ-ઉધરસમાં રાહત થાય છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે.ખાદ્યસામગ્રી સાથે તેના ઉપયોગથી ગેસ-વાછૂટ અને મળની દુર્ગંધ દુર થાય છે.

-લવિંગ વેદનાશામક હોવાથી દાંતના દુખાવામાં અક્સિર છે. દાઢ સડી જવાથી પોલી થઈ ગઈ હોય તેમજ તેમાં જો દુઃખાવો થતો હોય તો લવિંગના તેલનું પોતું મૂકવાથી ખૂબ જ રાહત થાય છે. લવિંગ અને કપૂરનું ચૂર્ણ સરખા ભાગે લઈ તેને દાંતમાં ભરવાથી પણ દુખાવામાં રાહત થાય છે.

-એક લવિંગને પીસીને ગરમ પાણી સાથે ફાંકી જાઓ. આ રીતે ત્રણવાર લેવાથી સામાન્ય તાવ દૂર થઈ જાય છે.

- લવિંગ મોઢામાં રાખી ચુસવાથી સગર્ભાની ઉલટી, ઉબકા શાંત થાય છે. લવિંગનું ચુર્ણ મધમાં મિક્ષ કરી ચટાડવાથી પણ સગર્ભાની ઉલટીઓ શાંત થાય છે.

-પાંચથી સાત લવિંગનું ચુર્ણ એક ચમચી મધમાં સવાર સાંજ ચાટવાથી કફના રોગો મટે છે.

 

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ