આજે ગુજરાત ભાજપ દ્વારા 8 સીટ પર યોજનારી પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકો નું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું.જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી નું નામ ન દેખાતા આશ્ચર્ય સર્જાણું છે. કારણકે હજી ગઈ ટર્મ માં જેમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હોય તે ભાજપ ના ટોચ ના 30 નેતા માં સ્થાન ન પામે ત્યારે આંતરિક જુથ વાદ હોય શકે તેવી લોક ચર્ચા જાગી છે.
ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ,
મુખ્યમંત્રી વિજય રૂપાણી,
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,
પરષોત્તમ રૂપાલા,
આર.સી. ફળદુ,
ભુપેન્દ્રસિંહ ચુડાસમા,
ભીખુભાઈ દલસાણિયા,
ભરતસિંહ પરમાર,
મનસુખ માંડવિયા,
ભારતીબેન શિયાળ,
આઈ.કે. જાડેજા,
ગોરધનભાઈ ઝડફિયા,
શંભુનાથજી ટુંડિયા,
ઋત્વિજ પટેલ,
જ્યોતિબેન પંડ્યા,
સૌરભ પટેલ,
ગણપત વસાવા,
કુંવરજી ભાઈ બાવળિયા,
જવાહર ચાવડા,
રમણ પાટકર,
વિભાવરી બેન દવે,
ધર્મેન્દ્રસિંહ જાડેજા મોહન કુંડારિયા,
વિનોદ ચાવડા, કે.સી. પટેલ,
રમણલાલ વોરા,
દિલિપ સંઘાણી,
હિરા સોલંકી,
અલ્પેશ ઠાકોરનો ભારતીય જનતા પાર્ટીએ સમાવેશ કર્યો છે.
0 ટિપ્પણીઓ