સૌરાષ્ટ્ર ની ત્રણ બેઠકો ધારી, ગઢડા અને મોરબી વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી ત્રણ નવેમ્બરના રોજ યોજાનાર છે.
સૌરાષ્ટ્રની 3 બેઠક પર હાલ બધા પક્ષો જોરશોરથી પ્રચાર કરવા નીકળી પડ્યા છે.
જેમાં ધારી અને મોરબી બેઠકમાં ગામડાના મતદારો માં આક્રોશ જોવા મળી રહ્યો છે અને મત માગવા જનાર નેતાઓને જાકારો આપી રહ્યા છે. આવા નેતાઓના વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. મતદારો ક્યાં પક્ષને મત આપશે તે નેતાઓને કળવા દેતા નથી. મળતી માહિતી અનુસાર ભાજપના નેતાઓને જ ગ્રામજનો જાકારો આપી રહ્યા છે.
0 ટિપ્પણીઓ