મોરબી પોલીસે AAP ના ઉપાધ્યક્ષ તોફિક અમરેલીયાની ધરપકડ કરી
પંચસિયા (મોરબી) ,તા .23/10/20
મોરબી જીલ્લા AAP ઉપાધ્યક્ષ તૌફિક અમરેલીયા દ્વારા વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામન્સ સદસ્ય પાસેથી રોડના કામમાં ખંડણી માંગી અને જાતિ પ્રત્યે હડધૂત કરતા પોલીસ ફરીયાદ નોંધાઈ .
જેમાં મોરબી જીલ્લા AAP ના ઉપાધ્યક્ષ તોફિક અમરેલીયા જે ચંદ્રાપુર તાલુકો વાંકાનેર દ્વારા પંચાસિયાના ગ્રામપંચાયતના સદસ્ય દિલીપભાઈ ચાવડા પાસે રોડ રસ્તાના કામ નબળા છે, તેવું કહી 2 લાખ રૂપિયાની ખંડણી માંગી અને જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા,
જેની FIR વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી દિલીપભાઈએ નોંધાવતા વાંકાનેર PSI R.P.જાડેજાએ આરોપી તોફિકP અમરેલીયા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૪,૫૦૪,૫૦૬(૨),એટ્રોસીટી એકટ હેઠળ ભારે કલમો સાથે ગુનો નોંધી આરોપી તોફિક અમરેલીયા ની અટકાયત કરી કોરોના ટેસ્ટની કાર્યવાહી બાદ વિધિવત ધરપકડ કરવામાં આવી .
0 ટિપ્પણીઓ