અમદાવાદ ના આનંદનગર વિસ્તારમાં દારૂની પાર્ટી કરતા ત્રણ ની ધરપકડ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે , દારૂની પાર્ટી તો ઠીક પરંતુ પોલીસ જયારે તપાસ કરી તો અનેક ચોંકાવનારી માહિતી સામે આવી અને જેમાં એક જમાના ના કોલ સેન્ટરનો માસ્ટર માઈન્ડ નીરવ રાયચુરા પણ ઝડપાઈ ગ્યો છે.
શહેરના જાણીતા વિસ્તારમાં આવેલ ઓફીસમાં દારૂની મહેફિલની માહિતી મળતા ખુદ ઝોન-7ના dcp આવી ગયા હતા.પેહલા તો આ ઓફિસમાં જવા માટે પોલીસે મેહનત કરવી પડી કારણ કે ફિંગર પ્રિન્ટથી ઓફિસનો દરવાજો ખૂલતો હતો. ઓફીસમાં જઈ તપાસ કરી તો નીરવ રાયચુરા, સંતોષ ભરવાડ અને ઓફીસમાં બોય રાહુલ નામનો યુવક પકડાઈ ગયો. પોલીસ તપાસમાં આવી તો મોબાઈલથી ક્રિકેટ સટ્ટા ચાલતું હોવાનું પણ મળી આવ્યું અને તેનો પણ કેસ કરવામાં આવ્યો . આમ કુલ ત્રણ FIR કરવામાં આવી છે.
આરોપી નીરવ એક જમાના માં સાયકલ માં ફરતો પણ આજે હજારો કરોડોનો માલિક છે અને જે કોલ સેન્ટરની કાળી કમાઈ છે તેવું કહેવાય છે. પોલીસને તપાસમાં કેટલીક ડાયરી અને મોબાઈલ મળી આવેલ છે અને જેમાં IP એડ્રેસ મળી આવ્યા છે. જેની તપાસ માટે સાયબર સેલને કામ સોંપવામાં આવ્યું છે.
આ લોકો ના મોબાઈલથી ક્રિપટો કરન્સી પણ મળી આવી અને તેના માટે fslની મદદ લેવામાં આવી રહી છે. જોકે ત્યાર બાદ અન્ય ગુનાઓ પણ દાખલ કરવામાં આવશે.આ સિવાય પોલીસને મની લોન્ડરિંગની શંકા છે,
જેથી આ મામલે edઅને it વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
હાલ તો નીરવ સામે કુલ 4 અલગ અલગ FIR થઈ છે પરંતુ ખુબજ ઓછા સમય માં આટલા રૂપિયા ક્યાંથી થયા અને ક્રિકેટ સટ્ટામાં બીજુ કોણ સામેલ છે, તે પોલીસ તપાસ બાદ અન્ય ખુલાસાઓ સામે આવશે.
0 ટિપ્પણીઓ