કોઈ નું અહીત કરી ધાર્મિક બનવા નો પ્રયત્ન ન કરવો
કોઈ મહાપુરુષે ખૂબ સારી વાત કરી છે કે તમે જેવા છો એવા જ દેખાવવા નો પ્રયત્ન કરો. તમારો બાહ્ય અને આંતરિક સ્વભાવ અને વ્યવહાર મા જરા પણ ભિન્નતા ન હોવી જોઈએ તો જ તમે સાચા અને સારા માણસ કહેવા ને લાયક છો એવું માનવું . પણ અત્યાર ના માનવી ને એવું ક્યાં ગમે છે એતો એ જ વિચારે છે કે સામે વાળા ને ધર્મ ના નામે ખોટી આંટીઘૂટી મા ફસાવી પોતાની વાહવાહી થવી જોઈએ. આવા આપણી આસપાસ ઘણાં કિસ્સા જોવા મળે છે. પણ આ યોગ્ય નથી. પોતાના સ્વાર્થ માટે કે વાહવાહી માટે બીજા ને નુકસાન પહોંચાડવા નો આપણ ને કોઈ જ અધિકાર નથી. જો કોઈ આવું કોઈ કરે તો માનવુ કે એ ધર્મ ના નામે ધતિંગ કરી ધર્મ ને ધંધો બનાવવાનુ મહા પાપ કરી રહયો છે.
એક રમૂજી ઉદાહરણ આપી સમજાવું તો બે વ્યક્તિ દરરોજ મહાદેવ ના મંદિરે સાથે જાય. પહેલો વ્યક્તિ બે ત્રણ નાના ફુલ મહાદેવ પર ચડાવે અને બીજો વ્યક્તિ લગભગ 20 જેટલા મોટા મોટા ગુલાબ ના ફૂલ મહાદેવ પર ચડાવે આવો નિત્યક્રમ ઘણાં દિવસો સુધી ચાલ્યો. પછી બન્યું એવું કે એક દિવસ મહાદેવ દેવ પહેલી વ્યક્તિ ને પ્રસન્ન થયા અને વરદાન માગવા નુ કહ્યું. આ જોઈ બીજો વ્યક્તિ વિચાર મા પડી ગયો કે હું આના કરતા રોજ વધુ અને તાજા ગુલાબ ચડાવું છું તો પણ મહાદેવ મને પ્રસન્ન થવા ના બદલે તેને પ્રસન્ન થયા જે રોજ માંડ માંડ બે ત્રણ ફૂલ લાવે છે.
તેણે મહાદેવ પાસે આ વાત નો ખુલાસો માંગ્યો કે પ્રભુ આવું કેમ. ત્યારે મહાદેવે કહ્યું છે તેને પ્રસન્ન થવા નું કારણ એ કે તે જાતે મહેનત કરી દુર થી પોતાના ઘર નું પાણી ફુલછોડ ઉછેરી અને તેના ફુલ મને ચડાવે છે અને તું છે કે સીધું નર્મદા ની પાઈપ લાઈન મા થી ચોરી કરી ફૂલછોડ ઉછેર છે અને તેના ફુલ મને ચડાવે છે માટે ચોરી કરી ને પાણી થી ઉછરેલા ફૂલ હું ક્યારેય સ્વિકાર નથી કરતો. મહાદેવ કહે છે કે મને એ જ વ્યક્તિ પ્રિય છે કે જે અંતર અને બાહ્યરુપ થી સરખા હોય કોઈ નું અહીત કરી કે નુકસાન કરી ધાર્મિક. બનનાર લોકો હું ક્યારેય પ્રસન્ન થતો નથી.
વાત કાલ્પનિક છે પણ આપણા જીવનમાં મા ખૂબ મોટો સંદેશ આપે છે માટે આપણે જેવા છીએ તેવા જ દેખાવવા નો અથવા રહેવા નો પ્રયત્ન કરવો જોઈએ.આપણું દરેક કર્મ અને વ્યવહાર સપ્રમાણ હોવું જોઈએ. ધર્મ ના નામે પોતાના નું જ સ્વાર્થ વિચારી લોકો ને ગુમરાહ કરનારા નું બહુ લાબું નથી ચાલતું હોતું આજે નહીં તો કાલે તેની અસલિયત સામે આવી જ જાય છે.
માટે સ્વસ્થ રહો સુરક્ષિત રહો અને ધર્મ ના નામે લોકો નું અહીત કરી પોતાની દુકાન ચલાવનાર થી ચેતજો . અસ્તુ.
️ દર્શન પંડયા
1 ટિપ્પણીઓ
🙏🙏🙏👍
જવાબ આપોકાઢી નાખો